New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
આંતર શાળાકીય કવિઝ કોમ્પિટિશન યોજાય
વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન
નિર્ણાયકો રહ્યા હાજર
અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ કવીઝ કોમ્પિટિશન યોજાય હતી જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અંકલેશ્વરની ઇન્ડોરમા વેનચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ વડોદરાની આર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજરોજ અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ કવીઝનુ કોમ્પિટિશનનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
જેમાં અંકલેશ્વરની દશ જેટલી શાળાના વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લીધો હતો.શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત આર્ચ ફાઉન્ડેશન તેમજ ઇન્ડોરમા વેનચર્સ કંપની દ્વારા આ અગાઉ આંતર શાળાકીય કવીઝ યોજવામાં આવી હતી જે સ્પર્ધાનો ફાયનલ રાઉન્ડ આજે અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં અંકલેશ્વરની દશ શાળાઓની ટીમો વચ્ચે કવીઝ યોજાઈ હતી.