New Update
/connect-gujarat/media/media_files/2024/11/11/W18VuGRQVaWUNWcHvEhZ.jpg)
ભરૂચના વાગરા તાલુકાના સુવા ગામે ગ્રામ પંચાયત ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને ઘરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ચશ્માં પણ આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં આંખ રોગ , હાડકા રોગના, સ્ત્રીરોગના, બાળક રોગના, જનરલ ફિજીશિયન, જનરલ સર્જન આ તમામ રોગના નિષ્ણાતોએ સેવા આપી હતી અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી.દવાઓ અને આંખનાં ટીપાં, ચશ્મા નિશુલ્ક આપવામાં આવ્યા હતા જેનો જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો. ઘરડા કેમિકલ્સ કંપની દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.