New Update
-
આજે ગુડી પડવાની ઉજવણી
-
કડવા લીમડાનો રસ પીવાનો છે મહિમા
-
રઘુવંશી લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ
-
અટલજી જોગર્સ પાર્ક ખાતે લીમડાના રસનું વિતરણ કરાયું
-
આરોગ્ય સારું રાખવા લીમડાના રસનું કરવામાં આવે છે સેવન
ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું
દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું અટલજી જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું જે લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રઘુવંશી લોહાણા સમાજના નરેશ પુજારા,રમેશ જસાણી,કલ્પેશ વિઠલાણી તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories