બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઝળકે તેવો સુંદર પ્રયાસ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજGIDC એકમ દ્વારા આયોજન
ફ્રી બર્ડ એકેડેમી ખાતે 25થી 29 એપ્રિલ દરમ્યાન આયોજન
વિવિધ સ્પર્ધામાં 60થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
મહાનુભાવોએ બાળકોને ઈનામ વિતરણ કરી ઉત્સાહ વધાર્યો
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજGIDC એકમ-અંકલેશ્વર દ્વારા ફ્રી બર્ડ એકેડેમી ખાતે કિડ્સ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDCના રહેણાંક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં ફ્રી બર્ડ એકેડેમી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજGIDC એકમ-અંકલેશ્વર દ્વારા તા. 25થી 29 એપ્રિલ-2025 દરમ્યાન કિડ્સ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભગવાન શ્રી પરશુરામની તસવીર સમક્ષ દીપ પ્રજ્વલિત કરી કિડ્સ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજના આધુનિક યુગના બાળકોમાં રહેલી પ્રતિભા ખીલવવા કિડ્સ સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં યોગા અને મેડિટેશન, ટ્રેશર હન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, કૂકિંગ વિધઆઉટ ફાયર, ક્લેય વર્ક સહિત સાયન્સ એક્સપેરિમેન્ટ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ઝળકે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. કિડ્સ સમર કેમ્પમાં 60થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજGIDC એકમ-અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, ઉપપ્રમુખ યોગેશ પારીક, બ્રહ્મસમાજ મહિલા પાંખGIDC એકમ-અંકલેશ્વરના પ્રમુખ રૂપલ જોશી, યુવા પ્રમુખ દર્શન જાની, મહામંત્રી ભાસ્કર આચાર્ય, મહામંત્રી અવની ભટ્ટ, બ્રહ્મસમાજ અંકલેશ્વરના સભ્ય અનંતા આચાર્ય, શીતલ જાની, લેખા જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી બાળકોને ઈનામ વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.