અંકલેશ્વર: GIDCમાં સ્પાની આડમાં ચાલતુ હતું કુંટણખાનુ, યુવતીઓ પાસે સેક્સવર્કર તરીકે કરાવાતુ હતું કામ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.જીઆઈડીસીમાં આવેલ  ગણેશ સકવેરના પી.પી.સ્પામાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચના વેજલપુર પીર કાંઠી વિસ્તારમાં રહેતા સંકેત મૈસુરિયાની ધરપકડ કરી હતી. આરોપી સ્પાની આડમાં કુટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો. પોલીસ સ્પામાંથી રૂપિયા 27,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories