ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલું છે ગામ
ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ
સરપંચ તરીકે નિશા રાઠોડ
ડે.સરપંચ તરીકે હિરેન પટેલની વરણી
ગ્રામજનોએ શુભકામના પાઠવી
ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિન હરીફ વરણી કરાય હતી
ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજરોજ હાંસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ ગામના આગેવાન ભરત પટેલ, અલ્પેશ પટેલ, રમણભાઈ પટેલ, દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઈલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગામ ની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા.