ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન અનેGIDC પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચLCB પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચLCB PIના માર્ગદર્શન હેઠળPSI સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર બી’ ડિવિઝન અનેGIDC પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ઈકબાલ ઈસાભાઈ ડેરૈયા ગુમાનદેવ ગામ નજીક આવેલ ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ અમરેલી અને હાલ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મૈત્રીનગર સોસાયટીમાં રહેતા ઈકબાલ ઈસાભાઈ ડેરૈયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.