New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
રિજનલ વન કોન્ફરન્સ યોજાય
-
ગણેશ પ્લાઝા ખાતે કરવામાં આવ્યું આયોજન
-
નર્મદા મૈયા સેવા રત્નોનું કરાયુ સન્માન
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રીજનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રિલાયન્સ ટ્રેડની ઉપર ગણેશ પ્લાઝા ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રીઝનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રીઝનલ-૧ અંદર આવતા વિવિધ ક્લબોએ કરેલ સેવા કાર્યો બદલ તેઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુમંગલમ પ્રાઇવેટ લીમીટેડના ભૂતપૂર્વ ઈન્ડીપેન્ડન્ટ ડીરેક્ટર અને એન્જીનીયરીંગ ઇન્ડિયા લીમીટેડના ઓડીટ કમિટી ચેરમેન હરીશ જોશી,ડીસ્ટ્રીક્ટ ગવર્નર પરેશ પટેલ, રીઝનલ ચેરપર્સન શૈલેશ પટેલ,કાઉન્સિલના વાઈસ ચેરપર્સન દીપક પખાલે,હીના પી.પટેલ,જીલ્લા પ્રમુખ ધ્વનિલ દેસાઈ,સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ગવર્નર હેમલ પટેલ,ફસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર મોના દેસાઈ,કોન્ફરન્સ કમિટીના ચેરપર્સન નલીન રામાણી,સેકેટરી મહેશ સબલપુરા,ટ્રેઝરર જી.આર.પટેલ તેમજ પ્રમુખ રાજેશ દુધાત,ખજાનચી યોગેશ પટેલ સહીત સભ્યો સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories