અંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે રહેણાંક વિસ્તારના પ્રશ્નો ઉકેલવા સ્થાનિકોની માંગ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે.

અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક રહીશોનુ એક પ્રતિનિધિમંડળ એકત્ર થયુ હતુ અને સ્થાનિક રહેણાંક વિસ્તારના જીવન જરૂરિયાતી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સતાધિશોને ચુંટણી ટાણે ભીંસમાં લીધા હતા.અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનુ જણાવવું હતુ કે સ્થાનિક રહેણાંક વિસ્તારના આમ પ્રજાજનોને કનડતા પ્રશ્નો અંગે ચુંટણીમાં ઉભા રહેલ બંને પેનલોના ઉમેદવારો ગંભીરતાથી વિચારે. નોંધવુ ઘટે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓર્થોરિટી રહેણાંક વિસ્તારના પ્રજાજનો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે અને તેની સામે રોડ રસ્તા પાણી તેમજ ડ્રેનેજ લાઈન સહીતની સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે. નોટિફાઈડના વહીવટી નિર્ણયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કરે છે ત્યારે ચુંટણીમાં સ્થાનિક રહેણાંકના પ્રશ્નો અંગે પણ ચર્ચા થવી જોઈએ તેમ ભારપુર્વક અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના અતુલ માકડીયા, ખુશાલ રાદડિયા, રમેશભાઈ પટેલ સહીત હોદેદારોએ જણાવ્યું હતું
Latest Stories