અંકલેશ્વર : મહાવીર જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી,શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા

મહાવીર જયંતિ નિમિત્તે બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે પાલખી માં ભગવાન મહાવીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શહેરના પંચાટી બજાર સ્થિત જૈન દેરાસર ખાતેથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી

New Update
  • મહાવીર જન્મોત્સવની ઉજવણી

  • જૈન સમાજ દ્વારા ધર્મભીની ઉજવણી

  • આ પ્રસંગે શોભાયાત્રાનું કરાયું આયોજન

  • શોભાયાત્રામાં જૈન સમાજના લોકો જોડાયા

  • ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડયો  

Advertisment

અંકલેશ્વરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે બેન્ડવાજાઢોલ-નગારા સાથે પાલખી માં ભગવાન મહાવીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શહેરના પંચાટી બજાર સ્થિત જૈન દેરાસર ખાતેથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી.

રાજ્યભરમાં મહાવીર જ્યંતિની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે.ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરનાં  પંચાટી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડવાજાઢોલ-નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ  શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા,અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

Advertisment
Latest Stories