અંકલેશ્વર : મહેશ્વરી ગ્રુપ દ્વારા યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું કરાયું આયોજન, મહિલાઓએ વિવિધ સ્પર્ધામાં લીધો ભાગ

અંકલેશ્વરની યુપીએલ લાઈબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

New Update
  • મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન

  • યુપીએ લાઈબ્રેરી ખાતે કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ સ્પર્ધામાં મહિલાઓએ લીધો ભાગ

  • સોલો અને ગ્રુપ ડાન્સ,મિસ ગણગોરની યોજાઈ સ્પર્ધા

  • મહેશ્વરી ગ્રુપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ઉઠાવી જહેમત

Advertisment

અંકલેશ્વરના મહેશ્વરી ગ્રુપના પ્રમુખ નીલમબેન ,કમલાબેન અને અન્ય ગ્રુપના કરૂણા કોઠારી અને કોમલબેન દ્વારા જીઆઇડીસીમાં આવેલ યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંગીની ગ્રુપના લતાબેન શાહ,સીમાબેન મુંદડા અને નગરપાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી,આ ગણગોર ઉત્સવમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ,અને મિસ ગણગોરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉપસ્થિત મહિલાઓએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Advertisment
Latest Stories