New Update
અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીએડ-તરીયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવી બે તોલા સોનાની ચેઈન છેતરીને લઇ ફરાર થઇ ગયા હતા.
ઓલપાડના કદરામા ગામના પટેલ ફળિયામાં રહેતા જયરામ હ્સજી પટેલ ગતરોજ પોતાની પત્ની સાથે બાઈક લઇ અંકલેશ્વરના સજોદ ગામે આવ્યા હતા જેઓ અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીએડ-તરીયા ગામની વચ્ચે તેઓના સાળાના ખેતરમાં કામ કરતા સાળાના દીકરા ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક ફોર વ્હીલ આવી ઉભી રહી હતી જેમાં સવાર બે ઈસમો જયરામભાઈને ઈશારો કરી પોતાની તરફ બોલાવી વાતોમાં ભોળવી તેઓની પત્ની પાસે રહેલ ૧.૫૦ લાખની બે તોલા સોનાની ચેઈન માંગી હતી.જે ચેઈન જેવી મહિલાએ આપતા જ બંને ઠગો દંપતી કઈ સમજે તે પહેલા જ ફોર વ્હીલ ગાડી હંકારી હાંસોટ બાજુ ફરાર થઇ ગયા હતા.છેતરપીંડી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories