New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે સ્કૂલ
-
સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આયોજન
-
વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય
-
કાઉન્સિલર દ્વારા અપાયું માર્ગદર્શન
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય- દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાના વડા કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી તથા ટ્રસ્ટી કિશોર પાનસુરિયાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે વર્તમાન સમયમા દરેક ઉમરના વિદ્યાર્થીઓમા અનેક સમસ્યા જોવા મળતી હોય છે જેમ કે યાદ ના રહેવું, ભણવું ના ગમવું, પરીક્ષાનો ડર લાગવો, આત્મવિશ્વાસનો અભાવ અને ડિપ્રેસનને દૂર કરવા ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના કાઉન્સેલર અશોક વિરડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને “આનાપાનસતિ ધ્યાન "શીખવવામાં આવ્યું અને છેલ્લા દસ દિવસથી રોજ શાળામા તેની પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને રોજ ઘરે માત્ર ૧૫ મિનિટ કરવા માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓ અનુસરી રહ્યા છે.આ પસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો