સ્વ. એમ.એસ.જોલીનો આજે 61મો જન્મદિન
આ અવસરે પ્રોલાઈફ ગ્રુપ દ્વારા ઉજવણી કરાય
પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપીને ઉજવણી કરાય
એમડી. કરણ જોલી સહિત પરિવારજનોની ઉપસ્થિતિ
કંપનીના શ્રદ્ધાંજલિ અને સંકલ્પનો સંગમ રચાયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર સ્વર્ગસ્થ એમ.એસ.જોલીની 61મી જન્મજયંતિ નિમિત્તે તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર સ્વર્ગસ્થ એમ.એસ.જોલીની 61મી જન્મજયંતિના અવસરને યાદગાર બનાવવામાં આવ્યો હતો. આ અવસરે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીના હસ્તે સ્વ. એમ.એસ.જોલીની તસ્વીરને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ તમામ ઉપસ્થિતોએ કેક કાપીને સ્વ. જોલી સાહેબના જન્મદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના આ ભાવુક ક્ષણે સ્વ. એમ.એસ. જોલીના સાહસિક ઔદ્યોગિક સફર અને તેમના સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એમડી કરણ જોલીના ધર્મપત્ની સાક્ષી જોલી, યોગેશ પારીક, વી.કે.પટેલ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં કંપની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને પ્રીતિ ભોજનનો આનંદ માણ્યો હતો.