અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જન્મ-મરણના નવા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે તબીબો-સ્ટાફકર્મીઓ માટે તાલીમ શિબિર યોજાય...

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોસ્પિટલોના તબીબો અને તેઓના કર્મચારીઓને કે, જે જન્મ-મરણની કામગીરી અપલોડ કરવાની કરતા હોય તેવા સ્ટાફ માટે તાલીમ આપવામાં આવી

New Update
Birth and death registration

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા અને ભરૂચ જિલ્લા સી.આર.એસ (જન્મ-મરણ) વિભાગ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોના તબીબો અને તેઓના કર્મચારીઓને કેજે જન્મ-મરણની કામગીરી અપલોડ કરવાની કરતા હોય તેવા સ્ટાફ માટે તાલીમ આપવામાં આવી હતી. 

ગુજરાત સરકાર દ્વારા તા. ૧/૯/૨૦૨૫થી જન્મ-મરણની એન્ટ્રી કરવા માટેનું નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવનાર છે. જેથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ જુદી જુદી હોસ્પિટલો અને મેટરનીટી હોમમાં જે જન્મ-મરણની નોંધણી અંગેની એન્ટ્રી અપડેટ કરવા બાબતે તબીબો અને તેઓના કર્મચારીઓને નગરપાલિકાના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનાર કક્ષમાં તાલીમ યોજવામાં આવી છે.

જે હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવા માટેના કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાનગરપાલિકાના સબ રજીસ્ટાર (જ.મ.) અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાભરૂચ જિલ્લા સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સીસ્ટમ (સી.આર.એસ.) જન્મ-મરણ નોંધણી વિભાગના દિપાલી વશી અને પજ્ઞેશ શુક્લા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અંકલેશ્વર નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારી કોલડિયા દ્વારા જન્મ-મરણની અપડેટ કરવાની કામગીરી ચીવટપૂર્વક કરવા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. (સી.આર.એસ.) જન્મ - મરણ નોંધણી વિભાગના દિપાલી વશીએ તબીબ અને તેઓના સ્ટાફને નવા સોફ્ટવેરમાં જન્મ અને મરણની એન્ટ્રી કરવા અંગે અરજદારના કયા ડોક્યુમેન્ટને અપલોડ કરવાની સિસ્ટમ વિગતવાર સમજાવવામાં આવી હતી.

જેના લીધે નવા જન્મ-મરણના દાખલા પણ ઓનલાઇન મેળવી શકશે. જે તે હોસ્પિટલમાં જન્મ કેમરણ થાય તો તેની વિગતો અપડેટ કરવાની કામગીરી જે તે હોસ્પિટલ દ્વારા કોઈપણ ભૂલ કર્યા વગર સમય મર્યાદામાં પૂર્ણ કરવા અંગે પણ તાકીદ કરવામાં આવી છે.

#Ankleshwar nagarpalika #જન્મ-મરણની નોંધણી #Birth and death registration
Latest Stories