અંકલેશ્વર: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરે પૂજન-અર્ચન કરાયુ

અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી

New Update
Antarnath Mahadev temple

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ankleshwar BJP

આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.

Latest Stories