New Update
અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.દેસાઇને બાતમી મળી હતી કે આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેસ આદમ જોગીયાતના બાવળીયાવાળી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરના શેડવાળા ગભાણમા ગૌવંશનું કટીંગ ચાલુ છે જે બાતમીના આધારે દરોડા પાડી 140 કિલો ગૌ માંસ સહિત રૂ.30,850નો મુદ્દામાલ કબ્જે કરી આલુંજ ગામના જ આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી હતી.
જ્યારે ગામના જ આશીફ અબ્દુલ સુલેમાન જોગીયાત અને અબ્દુલ સુલેમાન જોગીયાતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ
ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories