New Update
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીમાં મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા તોલમાપના કાયદાનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીના વિસ્તારોમાં આવેલ એકમોમાં તોલમાપ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 31 એકમોમાં વેપારીઓએ વજન માપ સાધનોની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું.આ વેપારીઓ પાસેથી માંડવાળ રકમ પેટે રૂ.17,400નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે તોલ માપ અધિકારી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે આથી દરેક વેપારીઓએ તોલ માપના સાધનોની નોંધણી કરાવવી ફરજીયાત છે અને નોંધણી ન કરાવેલ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે
Latest Stories