New Update
/connect-gujarat/media/media_files/2025/03/20/ISnge7lotknwJme9ApPU.jpg)
અંકલેશ્વરના ગડખોલ ગામના અવધૂત નગરમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે બી ડીવીઝન પોલીસે 2 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-૧૫મી માર્ચના રોજ રાતે ૧૦ કલાકે અંકલેશ્વરના ગડખોલ ગામના અવધૂત નગરમાં રહેતી પ્રિયંકાકુમારી સંજય મહેતા પોતાના ઘરે જમી પરવારી સુઈ ગઈ હતી તે દરમિયાન અજાણ્યા ઇસમે ઘરની બારીમાંથી હાથ નાખી દરવાજાની સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ ૧૦ હજારની કીમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી ગડખોલ ગામની ચંદાલ ચોકડી સ્થિત આનંદ વિહાર સોસાયટીમાં રહેતો અવિનાશ રાજેશ રાયને ઝડપી પાડ્યો હતો.