અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે કાપોદ્રા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ,રૂ.7.89 લાખનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાન તથા કારમાંથી રૂ.1.84 લાખનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી રૂ.7.89 લાખનો.મુદ્દામાલ કબ્જે કર્યો..

New Update
  • અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને મળી સફળતા

  • કાપોદ્રા ગામે પાડ્યા દરોડા

  • મકાન અને દુકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

  • રૂ.7.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કાપોદ્રા ગામની સાંઈ દર્શન સોસાયટીના એક મકાન અને કારમાંથી રૂ.1.84 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે કાપોદરા ગામે સાંઇ દર્શન સોસાયટીમા પ્લોટ નંબર ૯૯ મા આવેલ મકાનમાં રહેતો સંજય ભીલ નામનો ઇસમ પોતાના ઘર તેમજ કારમા વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાન તથા કારમાંથી રૂ.1.84 લાખનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી રૂ.7.89 લાખનો.મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ મામલામાં પોલીસે આરોપી સંજય ભીલની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આરોપી છૂટકમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories