અંકલેશ્વર: જોગર્સ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર ન રાખવામાં આવતા વિરોધ, તંત્રએ અટલજી જોગર્સ પાર્ક આપ્યું છે નામ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક રાખવામાં આવતા ભારતીય નારાયણી સેના દ્વારા વિરોધ નોંધાવી પાર્કનું નામ છત્રપતિ શિવાજી

New Update
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલો છે જોગર્સ પાર્ક
પાર્કનું નામ રખાયું છે અટલજી જોગર્સ પાર્ક
હિન્દૂ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
છત્રપતિ શિવાજી પાર્ક નામ આપવાની માંગ
અગાઉ તંત્રને રજુઆત પણ કરાય હતી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક રાખવામાં આવતા ભારતીય નારાયણી સેના દ્વારા વિરોધ નોંધાવી પાર્કનું નામ છત્રપતિ શિવાજી પાર્ક રાખવાની માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં જોગર્સ પાર્ક આવેલો છે.આ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી રાખવા વિવિધ હિન્દુ સંગઠનોએ નોટિફાઇડ એરીયા ઓથોરિટી તેમજ પ્રાંત અધિકારીને આવેલનપત્ર પાઠવ્યુ હતું પરંતુ આ પાર્કનું નામ રાતોરાત બદલીને અટલજી જોગર્સ પાર્ક રાખી દેવામાં આવ્યું છે જેના કારણે હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ભારતીય નારાયણી સેના દ્વારા પાર્કની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવાની માંગ કરવામાં આવી છે.આ અંગે ભારતીય નારાયણી સેનાના રાષ્ટ્રીય સંયોજક શંભુ સનાતની એ  જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના નામ પરથી પાર્કનું નામ અટલજી જોગર્સપાર્ક રાખવામાં આવ્યું છે તેની સામે તેઓનો કોઈ વિરોધ નથી પરંતુ પાર્કની બહાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પણ સ્થાપીત હોય આ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક જ રાખવામાં આવી તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories