અંકલેશ્વર: માર્ગ સલામતી અંતર્ગત ટ્રાફિક પોલીસ અને લ્યુપીન કંપની દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ  કાર્યક્રમ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં માર્ગ સલામતી માસની ઉજવણી

  • જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન

  • ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • લ્યુપીન લિમિટેડ કંપનીનો સહયોગ સાંપડ્યો

  • વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી કરાવાયા અવગત

ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ  કાર્યક્રમ યોજાયો હતો 
માર્ગ સલામતી માસ અને પરવાહ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો અંગે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે ટ્રાફિક નિયમો અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જીલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ બી.એલ.મહેરિયા,પી.એસ.આઈ. જે.પી.પારેખ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિતના કર્મચારીઓની હાજરીમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કર્મચારીઓ વિવિધ સૂત્ર લખેલા બેનર સાથે માર્ગ પર ઉભા રહ્યા હતા અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતા.આ સાથે જ કંપની દ્વારા વાહનચાલકોને ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..
Latest Stories