/connect-gujarat/media/media_files/2025/04/22/tAFHRBPJ1wTVEFXshHCZ.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિતUPL લાઈબ્રેરી ખાતે“બેટી બચાવો-બેટી વધાવો” અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આજની સ્ત્રીઓમાં એજ્યુકેશન વધ્યુ એટલે અવેરનેસ આવી. આજની સ્ત્રીઓ ઘરની બહાર નીકળી તો એમને ખબર પડી કે, પોતાના સમાજમાં અને વિશ્વમાં એ પણ સ્થાન બનાવી શકે છે. એવું કોઈ ક્ષેત્ર નહીં હોય કે, જ્યાં સ્ત્રીઓ કામ કરતી ન હોય. આજના સમયમાં સ્ત્રીઓ પણ નાની મોટી નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી થઈ છે.
જેથી કહી શકાય કે, સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી બની છે. તો બીજી તરફ, હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલા“બેટી બચાવો-બેટી વધાવો” અભિયાન અંતર્ગત ઠેર ઠેર જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.
ત્યારે ગત તા. 21 એપ્રિલ-2025ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિતUPL લાઈબ્રેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયત, ઈનર વ્હીલ કલબ-ભરૂચ અને અંકલેશ્વર, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સહિતની સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ ક્રાયક્રમમાં વિવિધNGOમાં કામ કરતી મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, પીસી-પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન વાસંતીબેન દિવાનજી, ઈનર વ્હીલ કલબ-ભરૂચના પ્રમુખ ચિંતલ તોલાટ, ઇનર વ્હીલ કલબ-અંકલેશ્વરના પ્રમુખ હર્ષા જકાસણીયા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આગેવાનો, સભ્યો સહિત મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.