New Update
/connect-gujarat/media/media_files/2025/02/12/3H2cFTsh1c5GS3rYEkug.jpg)
નાના, મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્ન ના નિરાકરણ માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતેના BEIL સેમિનાર હોલમાં મીટનું આયોજન કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો માટે પીએનબી દ્વારા પીએનબી એમ.એસ.એમ.ઈ આઉટરીચ પ્રોગ્રામ યોજાશે.
પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ પી.એન.બી. એમ.એસ.એમ.ઈ. આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/02/12/QxCtviGFeEsNZGNUlo86.jpg)
જે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસીના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતેના BEIL સેમિનાર હોલમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.તા.13 ફેબ્રુઆરીના બપોરે 3.30 થી 6.30 દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોને જોડવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટ સાથે ઉદ્યોગોનો વિકાસ થઇ શકે અને નવા ઉદ્યોગોને આર્થિક મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા જરૂરી ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં ઉદ્યોગોને વિશ્વ ફલક પર સ્પર્ધાત્મક સમયમાં પોતાનો વિકાસ કરી આગળ વધવા માટે સપોર્ટરના રૂપમાં બેંકની વિવિધ યોજના અંતર્ગત જાણકારી પણ આપવામાં આવશે.
જેને લઇ ઉદ્યોગો ગતિશીલ બની આગળ વધી શકે છે. પંજાબ નેશનલ બેંકના વડોદરા ઝોન ઓફિસ અને ભરૂચ પંજાબ નેશનલ બેંકના ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં, અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા. વાલિયા, દહેજ , સાયખા, સહિત જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ સાહસિકો માટે યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, કંપનીના ફાઇનાન્સ વિભાગના અધિકારીઓને જોડાવા માટે પીએનબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.