અંકલેશ્વર: ક્ષત્રિય મહિલાઓ દ્વારા ચંડી પડવા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયુ

અંકલેશ્વર જીઆઈડીસી રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ચંડી પડવા નિમિત્તે રાસ ગરબા યોજાયા

રાજપૂત સમાજ દ્વારા આયોજન કરાયું

ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા

અંકલેશ્વરના ગાર્ડન સીટી રોડ પર આવેલ  જીઆઈડીસીમાં વસવાટ કરતા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે  રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ.

અંકલેશ્વરના ગાર્ડન સીટી રોડ પર નિર્માણ પામી રહેલા જીઆઈડીસી રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
રાજપુત સમાજની મહિલાઓ એકત્રિત થાય તે માટે રાજપૂત સમાજ મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ચંડી પડવા નિમિત્તે યોજાયેલા ગરબાના આયોજનમાં ૩૦૦થી વધુ મહિલાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ આયોજનમાં જીઆઈડીસી રાજપુત સમાજના પ્રમુખ વિજયસિંહ ખરચીયા, મંત્રી સેજલસિંહ વાંસીયા, મહિલા ઉત્કર્ષ સમિતીની ક્ષત્રિય મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
#ક્ષત્રિય સમાજ #Garba #Bharuch Rajput society #ગરબાની રમઝટ #Rajput #રાજપુત સમાજ #રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ
Here are a few more articles:
Read the Next Article