અંકલેશ્વર: લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ તરીકે રાજેશ દુધાતે શપથગ્રહણ કર્યા

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ-2024-25ના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું

New Update

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એ.આઈ.એ.સેન્ટર ખાતે  લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ-2024-25ના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર નિશીથ કિનારીવાલાએ નવા પ્રમુખ તરીકે રાજેશ દૂધાત અને મનીષા દૂધાત તેમજ તેઓની ટીમને પિન પહેરાવી કોલર અર્પણ કરી શપથ લેવડાવ્યા હતા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગીતા ક્રિષ્નાસ્વામી શ્રીવાસ્તવ,પ્રમુખ મહેશ સબલપરા,દક્ષા સબલપરા તેમજ સેક્રેટરી કિરીટ મારકણા,હિના મારકણા  અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories