અંકલેશ્વર: ઉછાલી ગામ સ્થિત દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન, યજ્ઞમાં 3.50 લાખ આહુતિ અપાશે

નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે

New Update
  • અંકલેશ્વરના ઉછાલી ગામે આવેલો છે દત્ત આશ્રમ

  • દત્ત આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનો પ્રતિક

  • ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું આયોજન

  • સ્વહાકાર સાથે ગૃરુલીલામૃતનું પારાયણ

  • 200થી વધુ દત્તભક્તો લઈ રહ્યા છે લાભ

Advertisment
નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે

પાવન સલીલા માં નર્મદાના કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રીરંગ અવધૂત મહારાજે યોગસાધના અને ભક્તિભાવનાના સહારે લોકકલ્યાણનાં અનેક કાર્યો કરી ગુરુલીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે પૂજ્ય નર્મદા નંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે તા. 23 માર્ચથી 29 માર્ચ સુધી ગૃરુલીલામૃતના સ્વહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.ભગવાન દત્તાત્રેયના 16 અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં 16 ભુદેવો દ્વારા ગૃરુલીલામૃતના ત્રણ કાંડ જ્ઞાનકાંડ,કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ 19,005 શ્લોક મળી 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે.

આ સાથે જ ભરૂચ-સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ 200થી વધુ દત્તભક્તો શ્રી ગૃરુલીલામૃતનું સામુહિક પારાયણ પણ કરી રહ્યા છે. આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠે ગૃરુલીલામૃતના શ્લોકના પઠન થઈ યજ્ઞમાં આહુતિ અપાવવામાં આવી રહી છે. વિશ્વ શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય એ હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં દૂધ,ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા  આહુતિ આપવામાં આવી રહી છે.

બાઈટ
વિપુલ વ્યાસ- આચાર્ય
વિઓ-2
ઈ.સ. 1972માં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી. રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમો આ આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યો છે.આ સ્થળે નર્મદાનંદજી મહારાજે 37 વર્ષ સાધના કરી હતી.આ આશ્રમમાં દત્ત મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદાનંદજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં નિત્ય સામુહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે.આ ઉપરાંત ગૃરુપૂર્ણિમા, ગુરુપૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આ આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.
બાઈટ
નિલેશ પટેલ- ટ્રસ્ટી,દત્ત આશ્રમ 
વિઓ-3
રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે.
Advertisment
Latest Stories