અંકલેશ્વર : ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા દ્વારા શૈક્ષણિક સંકુલો-સ્લમ વિસ્તારમાં સાફ-સફાઈ સાથે દવાનો છંટકાવ કરાયો...

ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી  શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે  સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

New Update

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો મચ્યો છે કહેર

વાયરસથી સંક્રમિત દર્દીના કેસમાં આવ્યો ઉછાળો

ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા તંત્ર સજ્જ બન્યું

શાળા-આંગણવાડીમાં સફાઈ સાથે દવાનો છંટકાવ

ચાંદીપુરા વાયરસથી સાવચેત રહેવા લોકોને અપીલ

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા  વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે  શાળા, આંગણવાડી સહિત સ્લમ વિસ્તારમાં સધન સફાઈ સાથે દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ  સતત સામે આવી રહ્યા છે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 32 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી 21 બાળકોના મોત થયા છે. જોકે, સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથીપરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે  કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઇ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી  શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે  સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતાં અંકલેશ્વર પાલિકા દ્વારા  યુદ્ધના ધોરણે સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યુ હતું.

Latest Stories