New Update
/connect-gujarat/media/media_files/2025/10/30/screenshot_2025-10-30-16-20-16-25_92460851df6f172a4592fca41cc2d2e6-2025-10-30-16-46-32.jpg)
અંકલેશ્વર શહેરમાં ધોળા દિવસે મોટી ચોરીનો બનાવ બન્યો છે.
ચૌટા નાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની સામે પાર્ક કરેલી એક્ટીવાની ડિક્કીમાંથી રૂ.4.94 લાખની રોકડ રકમની ચોરી થતા એ ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે.
અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ ઓમપુરી સોસાયટીના રહેવાસી નિરવ અજય પટેલ તેમની એક્ટીવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ આર.કે. એન્ટરપ્રાઇઝ,પરથી રૂ. ૪ લાખ ૯૪ હજાર ૨૫૦ રૂપિયાની રોકડ રકમ એક્ટીવાની ડિક્કીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા.આ દરમિયાન નીરવ પટેલે ચૌટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટીવા પાર્ક કરી ટૂથપેસ્ટ લેવા અંદર ગયા હતા. માત્ર પાંચ મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટીવાની ડિક્કી ખોલી તેમાં રાખેલી રૂ. ૪ લાખ ૯૪ હજાર ૨૫૦ રૂપિયાની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી લીધી હતી.
પાછા ફર્યા બાદ જ્યારે નિરવભાઈએ એક્ટીવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી.જે અંગે નીરવ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી .પોલીસે ગુનો નોંધી ચૌટાનાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી તેજ કરી છે.
Latest Stories