અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સારંગપુર ગામમાં આયોજન કરાયું
આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો
ડી.પી.એમ.સી.સહિતની સંસ્થાઓ દ્વારા આયોજન
ગ્રામજનોને કરવામાં આવ્યા જાગૃત
અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં કોહીજોન લાઈફ સાયન્સ કંપની સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર એનવાર્યમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી,ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મનેજમેન્ટ સેન્ટર,અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ કોહીઝોન લાઈફ સાયન્સ કંપનીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત જાગૃરૂકતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સારંગપુર, દઢાલ અને જીતાલી ગ્રામપંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો. આ ત્રણેય ગામની આસપાસ આવેલું ઉદ્યોગોમાં ઔદ્યોગિક અકસ્માતોના બનાવ બને છે ત્યારે આવા સમયે શું સાચવેથી સાવચેતી રાખવી તે સહિતની માહિતી ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમમાં આપવામાં આવી હતી જેમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રીઝર્વેશન સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓ તેમજ ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને લાઇફ સાયન્સ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા