/connect-gujarat/media/media_files/2025/11/06/stolen-mobile-phone-2025-11-06-12-52-08.jpg)
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ખાસ દેખરેખ અને પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. તે અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસને એક વધુ મહત્વપૂર્ણ સફળતા મળી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી રોડ નજીક રાજ હોમ્સ સોસાયટી પાસે શંકાસ્પદ રીતે ફરતા એક યુવાનને પોલીસ પેટ્રોલીંગ ટીમે રોકી પૂછપરછ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન તેની ઓળખ મિન્ટુસિંગ ઉર્ફે બાંગા ગણેશસિંહ તરીકે થઈ હતી. પોલીસે તેની પાસે રાખેલા સામાનની તપાસ કરતા કુલ 5 ચોરાયેલા મોબાઈલ ફોન અંદાજિત કિંમત રૂપિયા 21000 મળી આવ્યા હતા.આરોપીએ મોબાઈલ ક્યાંથી મેળવ્યા તે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી પોલીસે તેને કબજામાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.