અંકલેશ્વર: સુરવાડી ખાતે યોજાયેલ સખી ટોકનો કાર્યક્રમ યોજાયો, સ્વરછતામાં મહિલાઓના ફાળા અંગે અપાયું માર્ગદર્શન

સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શોનું આયોજન કરાયું હતું.

New Update
a

સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શોનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ખાતે યોજાયેલા સખી ટોકના કાર્યક્રમમાં સ્વચ્છતા અંગે સ્વસહાય જૂથની બહેનોને સ્વચ્છતા જાગૃતિ માટે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના કર્મચારીઓ દ્વારા મહિલાઓને "સ્વચ્છતા હી સેવા "કાર્યક્રમ વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી તેમજ મહિલાઓને વર્મી કંપોસ્ટ /પશુ શેડની સ્વચ્છતા વગેરે જેવા વિષયો પર માહિતી આપવામાં આવેલ હતી. કૃષિ સખી, પશુ સખી તેમજ અન્ય મહિલા કે જે વ્યાખ્યાન આપી શકે તેવી બહેનોની વધારે પ્રમાણમાં સહભાગી થઈ હતી.
Latest Stories