અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતો સંગીતમય કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમા માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો શ્યામલ-સૌમિલ મુન્શીનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો,વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. આ કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી તેમજ છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી નૈત્રીએ ગુજરાતી ભાષાના મહાત્મ્યને ઉજાગર કરવા બાળ કાવ્યો, અને ગીતો ઉપર નાટ્ય પ્રસ્તુતિ રજુ કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા.
ત્યારબાદ શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટીએ ગુજરાતી બાળગીતો તેમજ માતૃભાષાના વટને ઉજાગર કરતા ગીતો રજુ કર્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, શાળાના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ એન.કે.નાવડીયા, મંત્રી હિતેન આનંદપુરા,અગ્રણીઓ નરેશ પુજારા, મનોજ આનંદપુરા તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories