અંકલેશ્વર: સામોર ગામે સરકારી જમીન પરના 5 વૃક્ષ કાપવા બદલ સરપંચને 5 હજારનો દંડ ફટકારાયો

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં સરકારી જમીન પર પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન બદલ ગામના સરપંચ કિરણ વસાવાને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

New Update
Samor Village

અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં રહેતા રાજેશ નટવરભાઈ મોદી દ્વારા ગામના સરપંચ કિરણ એલ વસાવાએ પંચવટી બાગમાંથી પરવાનગી વિના પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન કર્યું હોવાની મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીએ રજુઆત કરી હતી.

જે બાદ સ્થળ તપાસ કરતા આ વૃક્ષો સરકારી જમીનમાંથી કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ગામના સરપંચ કિરણ વસાવાને એક વૃક્ષ દીઠ 1 હજાર મળી કુલ 5 વૃક્ષના નિકંદન બદલ 5 હજારનો દંડ ફટકાર્યો છે.

Latest Stories