New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો
સાવન મહોત્સવની ઉજવણી કરાય
મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો
વરસાદના આગમન બાદ ઉજવવામાં આવે છે ઉત્સવ
અંકલેશ્વરના રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ગાર્ડન સિટીમાં આવેલ ઇસ્કોન હોલ ખાતે સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે "સાવન મહોત્સવ" ઉજવવામાં આવે છે. ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી પર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.
આ તહેવાર આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે. જુલાઈ-ઓગસ્ટમાં આવતા સાવન મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે અને આ સમયે રાજસ્થાનના "લોગીસ" ઉત્સવને ધામ-ધુમ સાથે ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ગાર્ડનસિટીમાં આવેલ ઇસ્કોન હોલ ખાતે સાવન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
Latest Stories