New Update
આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
અનોખી રીતે ઉજવણી કરાય
શાળાના બાળકોએ નેતાજીની પ્રતિમાની કરી સાફ સફાઈ
નેતાજીને પુષ્પાંજલી અર્પણ કરાય
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની શાળાના બાળકોએ સાફ-સફાઈ કરી તેઓના જન્મ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી
આજે નેતાજી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે શાળાના બાળકો સામાજિક જવાબદારી સમજે તે માટે અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયના બાળકો દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી અને તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ બાળકો હાજર રહ્યા હતા.
Latest Stories