અંકલેશ્વરના સેંગપુર ગામમાંથી વન વિભાગે દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં હાશકારો

સેંગપુરમાં દીપડાનો હતો ડર , વન વિભાગે ગોઠવી હતી ટ્રેપ , આખરે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં હાશકારો , દીપડાને જંગલમાં મુક્ત કરવા વન વિભાગની કાર્યવાહી .

New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે ખૂંખાર દીપડાએ દસ્તક દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.  
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપૂર ગામ ખાતે દીપડાને ગ્રામજનોએ જોતા ભયના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા હતા, ગ્રામજનો ખેતર સહિતના સ્થળે કામ અર્થે જવા માટે પણ ડરનો અહેસાસ કરી રહ્યા હતા, અને આ અંગેની જાણ અંકલેશ્વરના સામાજિક વનીકરણ વિભાગમાં કરવામાં આવી હતી, અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં દીપડો આબાદ પાંજરે પુરાઇ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને રેન્જ ફોરેસ્ટ અધિકારી ડી.વી.ડામોર અને તેમની ટીમ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Stories