New Update
અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આયોજન
10માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
21 ગામના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર અપાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.21 ગામના લાભાર્થીઓ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
Latest Stories