New Update
અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જે.સી.આઈ ભવન ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે જલારામ બાપાની આરતી ઉતારી સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરના પ્રમુખ નરેશ પુજારા, ઉપપ્રમુખ બકુલ ઉનડકડ અને મંત્રી રમેશ જસાણી,ટ્રસ્ટી કલ્પેશ વિઠલાણી અને દક્ષાબેન વિઠલાણી,દામોદર સમાની,સિરિઝ સેજપાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories