અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-GIDC એકમ દ્વારા ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો...

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC-અંકલેશ્વર દ્વારા બ્રહ્મ સમાજના ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને પુસ્તક અને ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી

New Update
  • GIDC વિસ્તાર સ્થિત ફ્રી બર્ડ્સ એકેડેમી ખાતે આયોજન

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

  • વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સફળતા માટે પ્રોત્સાહન અપાયું

  • સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ-સભ્યોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિત જૈન દેરાસર રોડ પર આવેલ ફ્રી બર્ડ્સ એકેડેમી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજGIDC-અંકલેશ્વર દ્વારા બ્રહ્મ સમાજના ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તેમજ પરીક્ષાલક્ષી સફળતામાં પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિત જૈન દેરાસર રોડ પર આવેલ ફ્રી બર્ડ્સ એકેડેમી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજGIDC-અંકલેશ્વર દ્વારા બ્રહ્મ સમાજના ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને પુસ્તક અને ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મહાનુભાવો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર-GIDC એકમના પ્રમુખ ચંદુ જોશીમહામંત્રી ભાસ્કર આચાર્યમહિલા પ્રમુખ રૂપલ જોશીયુવા પ્રમુખ દર્શન જાનીકંદર્પ તેરૈયાશીતલ જાનીલેખા જોશીદિક્ષા તેરૈયાઅવની ભટ્ટલેખા જોશી,રીમા વ્યાસ સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.