અંકલેશ્વર: SVM શાળાના 250 શિક્ષકો માટે શિક્ષણમાં શુભ ઉડાન સેમિનાર યોજાયો

શિક્ષણમાં શુભ ઉડાન, રોજિંદા યાંત્રિક બની રહેલા જીવનમાં તથા કાર્ય સ્થળે યંત્રવત કામગીરીને અવગણીને સતત નવા વિચારો સાથે શિક્ષક ગણ કાર્ય કરતા રહે તેવા શુભ

New Update
IMG-20241124-WA0012
શિક્ષણમાં શુભ ઉડાન, રોજિંદા યાંત્રિક બની રહેલા જીવનમાં તથા કાર્ય સ્થળે યંત્રવત કામગીરીને અવગણીને સતત નવા વિચારો સાથે શિક્ષક ગણ કાર્ય કરતા રહે તેવા શુભ હેતુથી  અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત  વિવિધ ગુજરાતી, અંગ્રેજી માધ્યમનાં ૨૬૦ જેટલા શિક્ષકો અને કર્મચારીઓ માટે "શિક્ષણમાં શુભ ઉડાન" પરિસંવાદનું આયોજન  23 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ તથા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર, અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી , મંત્રી મહેન્દ્ર પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલએ અનેક આદર્શ ઉદાહરણો થકી શિક્ષક કેવું અભૂતપૂર્વ કાર્ય કરી શકે છે તેની સુંદર વાતો કરી હતી. 
Latest Stories