અંકલેશ્વર: કાપોદ્રાની શ્રીધર વિલા સોસા.માં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો 

New Update

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો 

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજાને તાળું મારી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરે બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 15 હજાર સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાં સામાન વેરવિખેર જોતાં મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી.આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક અજાણ્યો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories