અંકલેશ્વર: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાંજાના વેપલામાં સંડોવાયેલ ફરાર આરોપીની કરી ધરપકડ

જી.આઈ.ડી.સી. પોલીસ મથકના ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ભરુચ એસ.ઑ.જીએ ઝડપી પાડ્યો હતો.

New Update
ank accused

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકના ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ભરુચ એસ.ઑ.જીએ ઝડપી પાડ્યો હતો.

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા રાજય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચનાને ભરુચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ એ.એ.ચૌધરી અને એમ.વી.તડવી સહિત સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરી તેમજ એ.ડી.પી.એસના ગુનાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાના પેટ્રોલીંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-૩૧/૦૧/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી.ભરૂચ દ્વારા સારંગપુર ગામની મંગલદિપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10.003 કિલો માદક પદાર્થ ગાંજો મળી કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે ધી નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી દિપક હર્દયનારાયણ મંડલ ગડખોલ બ્રીજ નીચે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે મંગલદિપ સોસાયટીમાં રહેતો દિપક મંડલને ઝડપી પાડી તેને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories