અંકલેશ્વર:ધો.8ના વિદ્યાર્થીએ રનવે-એરપોર્ટનું આબેહૂબ મોડેલ તૈયાર કર્યું

અંકલેશ્વરની ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનોના વર્કશોપનું મોડેલ ઊભું કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરની ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનોના વર્કશોપનું મોડેલ ઊભું કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

બાળપણમાં જોયાલેય સપના સાકાર કરવા માટે મહેનત સાથે પરિવારનો સાથ સહકાર ખૂબ જરૂરી હૉય છે.તેવામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા અંકુર પટેલ સ્ટીલનો વેપાર કરે છે.જ્યારે તેઓની પત્ની રશ્મિ પટેલ ફિઝિયોથેરાપીસ્ટ છે.જેઓનો પુત્ર કુશ પટેલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ચંદ્રબાલા એકડેમી ખાતે ધોરણ-8માં અભ્યાસ કરે છે.કુશ પટેલને નાનપણથી પાયલોટ બનવાની ઈચ્છા છે.માતા-પિતા અને દાદા-દાદી તેમજ શાળા પરિવારના સપોર્ટથી બાળકે પોતાના ઘરે વેસ્ટ વસ્તુઓમાંથી જ અનોખુ વર્કશોપ બનાવી દીધું છે.બાળકે રનવે સાથે એરપોર્ટનું મોડલ બનાવ્યું છે.જેમાં પ્લેન,ટેન્ક અને રેસિંગ કાર સહિતના સાધનોના મોડલ બનાવ્યા છે.હાલ તો આ બાળકે બનાવેલ વર્કશોપમાં રહેલ વિવિધ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Latest Stories