અંકલેશ્વર:સી.એમ.એકેડમીમાં સ્વિમિંગ પુલના બાંધકામ દરમ્યાન સ્ટ્રક્ચર ધરાશાયી ,23 કામદારોને ઇજા

ભરૂચ | Featured | સમાચાર ,અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા

New Update
અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાય દુર્ઘટના
સી.એમ.એકેડમીમાં સ્ટ્રક્ચર ધરાશાયી
સ્વિમિંગ પુલનું કામ ચાલી રહ્યું હતું
23 કામદારોને ઇજા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડમીમાં સ્વિમિંગ પૂલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આજે બપોરના સમયે એકાએક જ સ્ટ્રક્ચર ધરાશયી થઈ જતા નજીકમાં કામ કરી રહેલા 23 જેટલા કામદારોની ઈજા પહોંચી હતી.સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ કલેકટર તુષાર સુમેરા પણ દોડી આવ્યા હતા તેઓએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 23 જેટલા કામદારોને ઈજા પહોંચી છે. હવે કોઈ કામદાર સ્ટ્રક્ચરની નીચે દબાયુ નથી. બનાવની તપાસ કરવામાં આવી રહી છે 

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.