અંકલેશ્વર : સુજલામ સુફલામ અભિયાન સિસોદ્રા ગામ માટે બન્યુ આશીર્વાદરૂપ

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે

New Update

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે

Advertisment
ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર,હાંસોટ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ્ અભિયાન 2018થી જનભાગીદારીથી હાથ ધરાયું છે,  જેમાં અંકલેશ્વરના સિસોદ્રા ગામમાં આવેલ 125 વિંઘાના તળાવને ઊંડું કરવાં સાથે વનીકરણ અને  નવીનીકરણ કરાયું છે.જેથી પંચાયતને રૂ.દસ લાખની વાર્ષિક આવક પણ ઉભી થઇ છે.સિસોદ્રા ગામના સરપંચ સહિત સભ્યો પણ ગામના આ તળાવના નવીનીકરણથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.સિસોદ્રાના તળાવનો સુજલામ સુફલામ્ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીનના જળસ્તર  ઉપર આવ્યા  છે તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યારે ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ઉપયોગમાં લઇ શકાય છે
ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓના પણ અનેક ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય સમૃદ્ધિમાં વધારો થતાં ગ્રામજનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજનાના ફળ  ગ્રામજનો સુધી પોહચી રહ્યા હોય તેમ કહી શકાય
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.