અંકલેશ્વર: બહેનના પાડોશી સાથે સંબંધો હોવાનો શક રાખી ભાઈ માનસિકત્રાસ આપતો, 181 હેલ્પલાઈની ટીમે કર્યું કાઉન્સેલિંગ

અંકલેશ્ર્વર તાલુકાના એક ગામમાંથી પિડીત મહિલાએ 181 હેલ્પ લાઇનમાં કૉલ કરી જણાવ્યુ કે મારો ભાઈ મને પાડોશી ભાઈ સાથે શક કરે છે અને માનસિક ત્રાસ

New Update
IMG-20241025-WA0003
અંકલેશ્ર્વર તાલુકાના એક ગામમાંથી પિડીત મહિલાએ 181 હેલ્પ લાઇનમાં કૉલ કરી જણાવ્યુ કે મારો ભાઈ મને પાડોશી ભાઈ સાથે શક કરે છે અને માનસિક ત્રાસ આપે છે તેથી 181 અભયમની તાત્કાલીક મદદ માંગી હતી જેના આધારે  ભરૂચ 181 ટીમ તરત જ સ્થળ પર પહોંચી પીડીતા સાથે વાતચીત કરતા પીડીતા એ જણાવ્યું કે હું છેલ્લા સાત વર્ષથી થી મારા પિયરમાં જ રહુ છું. મારા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે અને ત્યાર થી લઇને અત્યાર સુધી પિયરમાં મારા બે ભાઈ, બહેન અને માતા પિતા સાથે જ રહું છુ અને તેઓને ઘરના કામકાજમાં મદદ કરું છું. મારા પિતા સિલાઈ મશીનનું કામ કરે છે. છેલ્લા સાત દિવસથી મારો એક ભાઈ નશો કરી ઘરે આવી મને પાડોશી ભાઈ સાથે સબંધ છે એવુ વિચારીને શક કરે છે. પાડોશી એમનાં કપડાં સિલાઈ કરવાં મારા પિતા પાસે આવે છે તો એમની સાથે તારો સબંધ છે તેમ કરી મારા પર શક કરે છે તેથી મારા ભાઈ ને સમજાવવા 181 ટીમની મદદ લીધી છે. 
181ની ટીમે સ્થળ પર પિડીત મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તેમજ તેમના ભાઈને બોલાવ્યા અને ભાઈએ જણાવ્યુ કે હું મારી બહેન ને એ ભાઈ સાથે દુકાન પર વાતચીત કરતા જોયા ત્યારથી મારી બહેન પર શક કરું છું તેમજ પાડોશી ભાઈ ને પણ બોલાવ્યા અને વધુ પૂછપરછ કરી પાડોશીએ જણાવ્યુ કે મારો એમની સાથે કોઈ સબંધ નથી મારા લગ્ન નક્કી થઇ ગયા છે હું તો બસ કપડાં સિલાઈ કરાવવા આવું છું. 
સગા ભાઈએ પોતાની બહેન પ્રત્યે આવો શક કરી હેરાન કરી તે બદલ ભાઈએ માફી માંગી પોતાની ભૂલની કબૂલાત કરી.181 ટીમે ભાઈને સમજાવ્યો કે બહેનની આવી ખોટી વાતો મનમા ન રાખવી અને બહેનની ઇજજત જાળવવી.આમ 181 ટીમ દ્વારા ભાઈ બહેનના અતુટ પ્રેમને ઉજાગર કરી બંનેને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું