New Update
/connect-gujarat/media/media_files/2025/03/04/3IzZk9GqUl212rPDnYlP.jpg)
અંકલેશ્વરની સુયોગ લાઈફ સાયન્સ કંપની સાથે 4 કંપનીના માલિકો સહિત 9 ઈસમોએ કરોડોની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સુયોગ લાઈફ સાઈન્સ કંપનીમાંથી એક જ સમયે મુંબઈ અને ઇન્દોરની 4 કંપનીએ એ.પી.આઈ.બલ્ક ડ્રગ્સ મંગાવ્યો હતો. કંપની દ્વારા કુરિયર દ્વારા રૂપિયા 1.76 કરોડનો માલ મોકલી અપાયો હતો. જે સામે ચારેય કંપની દ્વારા પોસ્ટ ડેટેડ ચેક મોકલાયો હતો. જે એકાઉન્ટમાં નાખતા બેલેન્સ નહિ હોવાના કારણે પરત ફર્યો હતો.અંકલેશ્વરની સુયોગ કંપનીના માલિક સ્નેહલ ચંદ્રેશ દેવાણીએ તપાસ કરાવતા મુંબઈ અને ઇન્દોરમાં આવેલી ચારેય કંપનીના સરનામાં બોગસ નિકળા હતા. પોતાના સાથે થયેલી કરોડોની ઠગાઈ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે.મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના માલિક અરૂણકુમાર શર્મા, પરચેઝ મેનેજર રણજીતસિંધ, અવિવા લાઈફ સાયન્સ કંપનીના માલિક રાજેશ યુની ક્રિષ્નન, પરચેઝ મેનેજર પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સુરજ ચીરંકાર, પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ, વોર્ટેક્ષ મલ્ટીટ્રેડના અવીનાશ શિવપુરી અને આકૃતિ અવીનાશ શિવપુરી તેમજ પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories