અંકલેશ્વર: SVEM ગુજરાતી માધ્યમ શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના માનવ મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમ મૂલ્ય મંજરીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • માં શારદા ભવન ટાઉન હોલમાં આયોજન

  • એસ.વી.ઇ.એમ.શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કર્યક્રમ યોજાયો

  • વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

અંકલેશ્વરની એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે મૂલ્ય મંજરી નામક વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીઇએમ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના માનવ મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમ મૂલ્ય મંજરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રેખાબેન પંચાલ તથા ચૌલાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના ધોરણ એક થી પાંચ ના બાળકોએ વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં શાળા પરિવાર તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories