New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન
કોળી પટેલ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજન
લગ્નોત્સુક યુવક-યુવતી પરિચય સમારંભ યોજાયો
સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા રવિવારના રોજ દ્વિતીય લગ્નોત્સુક યુવક-યુવતી પરિચય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા શારદાભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને વાલીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ,ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ,સભ્ય પુષ્પા પટેલ,ભરત પટેલ, સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ ભીમાભાઈ આર. પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ જી. પટેલ, મંત્રી રઘુભાઈ બી. પટેલ સહિતવ્યવસ્થાપક અને સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમારંભ દરમિયાન લગ્નોત્સુક યુવક-યુવતીઓએ પોતાના પરિચય આપ્યા અને વાલીઓએ પરસ્પર મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો.
Latest Stories